FL Studio માં સોન્ગ ને પ્રોફેશનલ રીમિક્સ કેવી રીતે બનાવવો

By AplusTechCare

Updated on:

FL STUDIO MOBILE

Gays FL Studio માં સોન્ગ ને રીમિક્સ કેવી રીતે કરવું તે સમજાવાનો પ્રયત્ન કરીએ

Start….

તમારા ફોન અથવા Computer Device માં FL Studio Open કરો. સૌથી પહેલા તમે જે સોન્ગ નો રીમિક્સ બનાવવો હોય તે સોન્ગ ને Select કરો. સોન્ગ પસંદ કર્યા પછી તેનું BPM (Beats Per Minute) સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રીમિક્સ બનાવતી વખતે બીટ અને ટેમ્પો મેચ થવો જોઈએ. જો તમે PC માં કામ કરી રહ્યા છો તો FL Studio માં Auto Detect Tempo નો ઉપયોગ કરીને સોન્ગ નું BPM જાણી શકો છો. અને જો તમે મોબાઈલ માં કામ કરો છો તો Cross DJ Application નો ઉપયોગ કરીને BPM જોઈ શકો છો અને ત્યારબાદ FL Studio Mobile માં એ BPM સેટ કરી શકો છો.

જ્યારે સોન્ગ નું BPM સેટ થઈ જાય, ત્યારે તમે સોન્ગ ને Playlist માં Arrange કરો. હવે તમે Loop અને Sample નો ઉપયોગ કરી શકો છો. Loop નો અર્થ થાય છે કોઈ નાનો ભાગ જેને વારંવાર વગાડવામાં આવે, અને Sample નો અર્થ થાય છે સોન્ગ ના અલગ અલગ ભાગો જેમ કે Beat, Vocal, Melody વગેરે. આ બધાને તમે અલગ અલગ Track માં મૂકી શકો છો અને જરૂર મુજબ Edit કરી શકો છો.

ત્યારબાદ તમે Effects નો ઉપયોગ કરી શકો છો જેમ કે Reverb, Delay, Equalizer (EQ), Bass Boost વગેરે. આ Effects સોન્ગ ને વધુ Professional અને સાંભળવામાં આકર્ષક બનાવે છે. ખાસ કરીને Vocal માં Reverb અને Delay આપવાથી સોન્ગ વધારે Smooth લાગે છે. Beat ને વધારે Powerful બનાવવા માટે Bass અને Kick ને સારી રીતે Adjust કરવું જરૂરી છે.

સાથે સાથે તમે Automation નો પણ ઉપયોગ કરી શકો છો, જેના દ્વારા તમે Volume, Pitch અથવા Effects ને સમય પ્રમાણે બદલાવી શકો છો. આ ટેક્નિક સોન્ગ ને વધુ Dynamic અને Interesting બનાવે છે. ઉદાહરણ તરીકે, તમે સોન્ગ ના Drop પહેલાં Volume ધીમું કરીને પછી અચાનક વધારી શકો છો, જે સાંભળનારને વધારે અસરકારક લાગે છે.

ત્યારબાદ તમારું રીમિક્સ Preview કરો અને જરૂર પડે ત્યાં ફેરફાર કરો. Mixing અને Mastering પણ મહત્વનું સ્ટેપ છે, જેમાં તમે બધા Tracks ને સંતુલિત કરો છો જેથી કોઈ એક અવાજ વધારે ન લાગે અને આખું સોન્ગ Balanced લાગે. Headphones અથવા Speaker પર સાંભળી ને Final Check કરવું જોઈએ.

અંતમાં, તમારો વિવેક અને Creativity નો ઉપયોગ કરીને સોન્ગ ને વધુ બેહતરીન બનાવવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ નો Style અલગ હોય છે, એટલે તમે નવા નવા Idea અજમાવી શકો છો. નિયમિત Practice થી તમે વધુ સારી રીતે Remix બનાવતા શીખી શકો છો.

Leave a Comment